UPSC Annual Calendar 2024 : વર્ષ ૨૦૨૪ માટે UPSC એ જાહેર કર્યું કેલેન્ડર – વર્ષ ૨૦૨૪ માટે વાર્ષિક કેલેન્ડર જાહેર કર્યું છે. આ Calendar અનુસાર, ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ પ્રિલિમ્સ પરીક્ષા (IFS) ૨૦૨૪ અને સિવિલ સર્વિસ પ્રિલિમ્સ પરીક્ષા (CSE) ૨૦૨૪ ના રોજ લેવામાં આવશે. જે ઉમેદવારો UPSC પરીક્ષા ની ભરતીની તૈયારી કરી રહ્યા છે. તેઓ સત્તાવાર વેબસાઈટ upsc.gov.in પર જઈને પરીક્ષાના વાર્ષિક કેલેન્ડર ની માહિતી મેળવી શકે છે.
UPSC Annual Calendar 2024 : વર્ષ ૨૦૨૪ માટે UPSC એ જાહેર કર્યું કેલેન્ડર

વર્ષ ૨૦૨૪ માટે UPSC એ જાહેર કર્યું કેલેન્ડર
ઉમેદવારએ તેમની ઓફિશિયલ વેબસાઈટ લિંક https://www.upsc.gov.in/content/annual બટન પર ક્લિક કરીને પણ વાર્ષિક કેલેન્ડર જોઈ શકાશે. ૨૧ એપ્રિલ ૨૦૨૪ ના રોજ UPSC કમ્બાઈન્ડ ડીફેન્સ સર્વિસ (CDS I) અને નેશનલ ડિફેન્સ એકેડમી (NDA I) પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. આ વેકેન્સી માટે ૨૦/૧૨/૨૦૨૩ થી ૦૯/૦૧/૨૦૨૪ સુધીમાં અરજી ફોર્મ ભરવાના રહેશે. ૦૨/૦૯/૨૦૨૪ ના રોજ NDA II અને NA II તથા CDS II ની એક્ષામલેવામાં આવશે. આ ભરતી માટે ૧૫/૦૫/૨૦૨૪ થી ૦૪/૦૬/૨૦૨૪ સુધી અરજી ફોર્મ ભરી શકાશે. ૨૦/૦૯/૨૦૨૪ ના રોજ CSE Mains એક્ષામ નું આયોજન કરવામાં આવશે.
- ૧૩ જાન્યુઆરી ૨૦૨૪
- ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૪
- ૨૪ માર્ચ ૨૦૨૪
- ૦૯ માર્ચ ૨૦૨૪
- ૦૬ જુલાઈ ૨૦૨૪
- ૧૦ ઓગસ્ટ ૨૦૨૪
- ૧૯ ઓકટોબર ૨૦૨૪
- ૨૧ ડીસેમ્બર ૨૦૨૪
ઉપર આપેલ તારીખના રોજ UPSC માં ભરતી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. UPSC (ESE Prelims) ૧૮/૦૨/૨૦૨૪ ના રોજ લેવામાં આવશે અને UPSC (ESE Mains) એક્ષામ ૨૩/૦૬/૨૦૨૪ ના રોજ લેવામાં આવશે. સંયુક્ત ચિકિત્સા સેવા (CMS) ૦૪/૦૭/૨૦૨૪ ના રોજ લેવામાં આવશે. ૦૪/૦૮/૨૦૨૪ ના રોજ UPSC CAPF AC એક્ષામ નું આયોજન કરવામાં આવશે. UPSC કહ્યું છે કે, આ ભરતી પરીક્ષાઓ નું ઓફિશિયલ નોટીફીકેશન, રજીસ્ટ્રેશન શરુ થવાની તારીખો માં સુધારા વધારા થશે શકે છે. ઉમેદવારો એ તેમની સત્તાવાર વેબસાઈટ ની વધુ મુલાકાત લઈ શકે છે.
UPSC પરીક્ષાનું વાર્ષિક કેલેન્ડર કેવી રીતે ચેક કરવું ?
- પરીક્ષા કેલેન્ડર ડાઉનલોડ કરવા માટે સૌ પ્રથમ upsc.gov.in ની મુલાકાત લો.
- જ્યાં Annual Calendar 2024 લખેલ હશે ત્યાં ક્લિક કરવાની રહેશે.
- ત્યાર પછી નવું પેજ ઓપન થશે. જ્યાં એક PDF ફાઈલ હશે જેના પર તમે પરીક્ષાની તારીખ ચેક કરી શકો છો.
- તે pdf સાચવી રાખવી અથવા પ્રિન્ટ નીકાળી લેવી.